મોરબી : ગુજરાત રાજ્ય રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના ઉપાધ્યક્ષ રામદાસભાઈ આઠવલે દ્વારા મોરબીના પટેલ સમાજના અગ્રણી પ્રફુલ્લભાઈ કે. રાદડીયાની ગુજરાતના ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. નવી દિલ્હી ખાતે તા. 22-7-2025ના રોજ યોજાયેલી રાષ્ટ્રીય કારોબારીની મિટિંગમાં રા. અધ્યક્ષ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની ઉપસ્થિતિમાં ગુજરાતમાં પ્રભારી જતિનભાઈ ભુતાએ પ્રદેશ પ્રમુખ અશોકકુમાર ભટ્ટીએ આપેલ નિમણૂક પત્ર આપી પક્ષમાં પ્રવેશ કરાવ્યો હતો. આ દરમ્યાન રાષ્ટ્રીય સહમંત્રી શૈલેષભાઈ શુકલા, નેશનલ સેક્રેટરી રાજેન્દ્ર ટાંક, એડવોકેટ સેલના પ્રમુખ દિનેશભાઈ રાઠોડ મિટિંગમાં હજાર રહ્યા હતા.