મોરબી : મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળમાં વિનોદભાઈ નાથાભાઇ ડાભીની મેમ્બર ઓફ એડવાઇઝર બોર્ડ તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ નિમણુંક જિલ્લા ગ્રાહક સુરક્ષા પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા કરાઈ છે. આ નિમણુંક બદલ તેઓ ઉપર ઠેર ઠેરથી અભિનંદનવર્ષા થઈ રહી છે.