મોરબી : મોરબી એલસીબીએ મોરબી શહેરના રહેણાંક વિસ્તારમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની 84 બોટલ ઝડપી પાડી છે. રેડ દરમ્યાન આરોપી હાજર નહિ મળતા તેની શોધખોળ શરૂ કરી છે. એલસીબીના પો.હેડ.કોન્સ. સંજય મૈયડ અને પો.કોન્સ. સહદેવસિંહ જાડેજાને ખાનગી રાહે મળેલી બાતમીને આધારે શહેરની દફ્તરી શેરીમાં તપાસ કરતા નિખિલ જયપ્રકાશ દફ્તરીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 84 કાચની 750 એમ.એલની બોટલ મળી આવી હતી. આ રેડ દરમ્યાન આરોપી હાજર ન હોવાથી 42000 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આ ગુન્હાની એન્ટ્રી મોરબી સિટી એ.ડીવી.માં કરાવી હતી.આરોપીને શોધવા મોરબી એ.ડીવી.એ કવાયત હાથ ધરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne