રાજકોટમાં 20 દિવસ પહેલાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: ફન હોટલ પાસેથી 72,000 ની કિંમતના બાઇક સાથે એકની અટકાયતમોરબી : મોરબી એલસીબીની ટીમે રાજકોટમાં થયેલ 20 દિવસ પહેલા થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે નંબર પ્લેટ વગરના બાઇક સાથે અમરેલીના એક શખ્સની 72,000 ની કિંમત ના બાઈક સાથે અટકાયત કરી છે. મોરબી એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન મોરબી-માળીયા નેશનલ હાઇવે પર આવેલી ફન હોટલ પાસેથી નંબર પ્લેટ વગર શંકાસ્પદ રીતે મોટરસાયકલ ચલાવીને આવતા એક ઇસમને અટકાવીને પૂછપરછ કરવામાં આવી હતી.પોલીસ ટીમે ચાલક પાસે મોટરસાયકલના આધાર-પુરાવા કે કાગળો માંગતા તેની પાસે કાગળો ન હોવાનું જણાવ્યું હતું. જેથી એલ.સી.બી. ટીમે તેની વિશેષ પૂછપરછ કરતા આ મોટરસાયકલ તેણે આજથી આશરે 20 દિવસ પહેલા રાજકોટના મોરબી જકાત નાકા પાસેથી ચોરી કર્યું હોવાની કબૂલાત કરી હતી. પોકેટકોપ એપમાં સર્ચ કરતા આ બાઇકની ચોરી અંગે રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હોવાનું ખુલ્યું હતું.આ મામલે એલ.સી.બી. ટીમે આરોપી હનુભાઇ સુરાભાઇ વાઘેલા (ઉં.વ. 35, રહે. મોટા દેવળીયા બસ સ્ટેશન પાસે, તા. બાબરા, જી. અમરેલી) ની અટકાયત કરી છે. પોલીસ દ્વારા તેની પાસેથી 72,000 ની કિંમતનું હીરો એચ.એફ. ડીલક્સ મોટરસાયકલ (નંબર GJ 20 BN 1470) મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવ્યું છે અને આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.આ સફળ કામગીરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. મોરબી, પો.સબ.ઇન્સ. એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ક્વોડ મોરબી તથા એ.એસ.આઇ. હિતેન્દ્રસિંહ ચુડાસમા, પો.હેડ કોન્સ. ચંદુભાઇ કાંજીતરા, પો.કોન્સ. ભગીરથસિંહ ઝાલા તથા એલ.સી.બી./પેરોલ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.#MorbiUpdate #MorbiNews #MorbiLCB #CrimeNews #MorbiPolice #RajkotPolice #BikeTheft #CrimeBranch