છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા હળવદના જુના દેવળિયા ગામના આરોપીને તેના ઘરેથી જ દબોચી લેવાયોમોરબી : મોરબી જિલ્લામાં નાસતા ફરતા અને પેરોલ જમ્પ થયેલ આરોપીઓને પકડવાની સુચના અન્વયે પોલીસ મહાનિરીક્ષક (સરહદી રેન્જ, ભુજ) અને મોરબી પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. અને તેમની ટીમે અસરકારક કામગીરી કરી છે. એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ખાનગી બાતમી મળી હતી કે માળિયા (મિયાણા) પોલીસ મથકના પ્રોહિબિશન ગુનામાં છેલ્લા 9 માસથી નાસતો ફરતો આરોપી તેના રહેણાંક મકાને હાજર છે.આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે હળવદ તાલુકાના જુના દેવળિયા ગામે દરોડો પાડી આરોપી વિજય જયંતીભાઈ અઘારા (પટેલ) ને ઝડપી પાડ્યો હતો. આ આરોપી અન્ય જિલ્લાઓના પ્રોહિબિશનના ગુનાઓમાં પણ પકડવાનો બાકી હોવાથી તેને મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી પ્રોહીબીશનના અલગ અલગ 6 ગુનાઓમાં સંડોવાયેલ છે. જેમાં માળિયા (મિયાણા ) પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 0762/2025 (પ્રોહિબિશન), વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 0981/2025 (પ્રોહિબિશન), હળવદ પોલીસ સ્ટેશન, મોરબી જિલ્લો (પ્રોહિબિશન), લખતર પોલીસ સ્ટેશન, સુરેન્દ્રનગર જિલ્લો (પ્રોહિબિશન), ચાકલીયા પોલીસ સ્ટેશન, દાહોદ જિલ્લો (પ્રોહિબિશન), માવસરી પોલીસ સ્ટેશન, વાવ થરાદ જિલ્લો (પ્રોહિબિશન)નો સમાવેશ થાય છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #LCBMorbi #CrimeNews #BootleggerArrested #Halvad #GujaratPolice