મોરબીના માળીયા ફાટક પાસેના ગોડાઉનમાં અને હળવદના ચરાડવા ગામની સીમમાં ચાલતા જુગરધામ પર એલસીબીના દરોડા મોરબી : એલસીબીએ આજે મોરબીની માળીયા ફાટક પાસે અને હળવદમાં ચાલતા જુગરધામ પર દરોડો પાડીને ૧૫ જેટલા પતાપ્રેમીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે એલસીબીએ અધધધ રૂ. ૪,૩૬,૭૩૦ની રોકડ જપ્ત કરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ એલસીબીએ મોરબીની માળીયા ફાટક પાસે એઆરએફ ટાયરના શો રૂમ પાછળ આવેલા એક ગોડાઉનમાં દરોડો પાડીને જુગાર રમતા મનોજ શાંતિ સરડવા, શૈલેષ નાથા પાડલીયા, ચિરાગ રમેશ વરસડા, કિશન સુરેશ સાદરિયા, જનક લક્ષ્મણ વસિયાણી, મનોજ કેશવજી સબાપરા, મુકેશ ચતુર દેત્રોજા, બળવંત ભગવાનજી ભટાસણાને રોકડ રૂ. ૩,૮૪,૪૦૦ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે બીજા બનાવમાં એલસીબીએ હળવદના ચરાડવા ગામની સીમમાં જુગાર રમતા ગિરીશ રતિલાલ પરમાર, જગા મનું પઢીયાર, મનસુખ ઉર્ફે લલિત જીવા સોલંકી, બાબુ કાનજી પરમાર, કેશવજી મગન ચૌહાણ, સુરેશ ઠાકરશી સોનગ્રા, યુવરાજસિંહ ભીખુભા ઝાલાને રોકડ રૂ. ૫૨,૩૩૦ સહિત કુલ રૂ. ૬૪,૩૩૦ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા.