બી - ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં એલસીબી ત્રાટકતા આરોપી નાસી છૂટ્યો મોરબી : મોરબી એલસીબી ટીમે ગઈકાલે વિશિપરા મદીના સોસાયટીમાં વિદેશીદારૂ વેચાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી ૩૬ બોટલ દારૂ પકડી પાડ્યો હતો, જો કે આરોપી નાસી છૂટ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા વીશીપરા મદિના સોસાયટીમાં એલસીબીએ દરોડો પાડી આરોપી નિઝામ હૈદરભાઇ જેડાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની પરપ્રાતીય પાર્ટી સ્પેશિયલ ડિલક્ષ વ્હિસ્કીની ૭૫૦ એમ.એલ.ની કાચની શીલ પેક બોટલ નંગ ૧૨ કિ રૂ ૩૬૦૦/- તથા રોયલ જનરલ રીઝર્વ વિહિસ્કી ની ૭૫૦ મીલીની કાચની કંપની શીલ પેક બોટલ નંગ ૨૪ કિ રૂ ૭૨૦૦/- મળી કુલ રૂ ૧૦૮૦૦/- નો મુદામાલ ઝડપી લીધો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી નિઝામ હાજર નહિ મળી આવતા એલસીબીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. [caption id='attachment_4884' align='aligncenter' width='233'] ફાઈલ ફોટો[/caption]