મોરબી : મોરબી એલસીબીમાં નિવૃત થતા ASI પોલાભાઈ સુખાભાઈ ખાંભરાને જિલ્લા પોલીસ વડા દ્વારા શુભકામનાઓ સાથે વિદાયમાન આપવામાં આવ્યું છે. પોલાભાઈ મૂળ નાગડાવાસના વતની છે. તેઓ મોરબી એલસીબીમાં 2014થી ફરજ બજાવી રહ્યા હતા. તેઓએ સિટી અને તાલુકા પોલીસ સ્ટેશનમાં હોંશભેર ફરજ બજાવી છે. અગાઉ તેઓ રાજકોટ રૂરલ એલસીબીમાં પણ 6 વર્ષ ફરજ બજાવી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે તેઓએ પોલીસ લાઈનની ગરબી 15 વર્ષ ખૂબ નિષ્ઠાપૂર્વક સંભાળી હતી. તેવો નિવૃત થતા સમગ્ર પોલીસ પરિવાર દ્વારા તેમના ઉપર શુભેચ્છાઓનો ધોધ વર્ષી રહ્યો છે.