મોરબી: મોરબી જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે પોલીસ અધિક્ષક દ્વારા રાખવામાં આવેલી ખાસ ડ્રાઇવ દરમિયાન એલ.સી.બી. ટીમે વાંકાનેર તાલુકા પોલીસ મથકના દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપીને દબોચી લીધો છે. પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી હુશેનભાઇ સીદીકભાઇ ખોળ (રહે. મોરબી, લાતી પ્લોટ)ને બાતમીના આધારે મોરબી જિલ્લામાંથી જ ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.