મોરબી :મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે મોરબી સીટી બી ડિવિઝનના દારૂના ગુન્હામાં ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી એલ.સી.બી., પેરોલ ફર્લોસ્કોડ, મોરબીના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ કોન્સ, જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે, મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી સાજીદ ઉર્ફે સાજલો અબ્દુલભાઇ સુમરા રહે. વીસીપરા મસ્જીદ વાળી શેરીમાં વાળો હાલે તેના રહેણાંક મકાન વાળી શેરીમાં ઉભેલ હોવાની બાતમી મળતા આરોપી સાજીદ ઉર્ફે સાજલો અબ્દુલભાઇ સુમરા જાતે સંધી ઉ.વ. ૨૫ રહે. વીસીપરા મસ્જીદ વાળી શેરી વાળાને ઝડપી લઈ સીટી બી ડિવિઝન પોલીસને સોંપી આપવા કાર્યવાહી કરી હતી.