દોઢ કરોડના દારૂ પ્રકરણમાં રાજ્ય પોલીસવડાનું કડક પગલુંમોરબી : મોરબી નજીક લાલપર ગામે આવેલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ ટીમે દરોડો પાડી દોઢ કરોડના દારૂ સહિત 2.20 કરોડના મુદ્દામાલ સાથે સૌરાષ્ટ્રભરમાં દારૂ સપ્લાય કરવાનું નેટવર્ક ઝડપી લેવા પ્રકરણમાં રાજ્યના પોલીસવડાએ આકરું પગલું લઈ મોરબી એલસીબી પીઆઇ તેમજ તાલુકા પોલીસ મથકના પીઆઈને સસ્પેન્ડ કરી દેતા પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક ગોડાઉનમાંથી દોઢ કરોડથી વધુ કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો એસએમસી ટીમે ઝડપી લેવા પ્રકરણમાં રાજ્યના પોલીસવડાએ મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ અને તાલુકા પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાને સસ્પેન્ડ કરતો હુકમ કરતા મોરબી સહિત રાજ્યના પોલીસબેડામાં ચકચાર જાગી છે.