માળીયા - અમદાવાદ હાઇવે ઉપર ઓપરેશનમાં આઇસર સહિત 32.70 લાખનો મુદ્દામાલ કબ્જે મોરબી : અમદાવાદ - માળીયા હાઇવે ઉપરથી એલસીબી ટીમે ભુસાની આડમાં રાજસ્થાનથી કચ્છના ગાંધીધામ લઈ જવાતો વિદેશી દારૂ બિયરનો જંગી જથ્થો ઝડપી લઈ આઇસર સહિત કુલ રૂપિયા 32.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનથી કચ્છના ગાંધીધામ તરફ દારૂ - બિયરનો જંગી જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જેને પગલે મોરબી એલસીબીએ અમદાવાદ માળીયા હાઇવે ઉપર વોચ ગોઠવતા ભુસાની આડમાં લઈ જવામાં આવી રહેલ વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થા સાથે એક શખ્સને આઇસર ગાડી સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. વધુમાં આઇસર ગાડીમાં ભુસા ભરેલ પ્લાસ્ટીકની બોરીઓની આડમા છુપાવેલ મેકડોવેલ્સ-૦૧ સુપીરીયર વ્હીસ્કીની નાની મોટી બોટલો નંગ ૧૦,૫૩૬, કિ.રૂ.૨૦,૩૭,૦૦૦, રોયલ ચેલેન્જ કલાસિક પ્રિમીયમ વ્હીસ્કીની બોટલો નંગ-૬૧૨ કિ.રૂ.૩,૧૮,૨૪૦, ગોડફાધર બિયરના ટીન નંગ- ૩૧૨૦ કિ.રૂ.૩,૧૨,૦૦૦, કિંગફીશર બિયરના ટીન નંગ- ૯૬૦ કિ.રૂ.૯૬,૦૦૦, આઇસર ગાડી રજી. નં. GJ-06-22-3206 કિ.રૂ.૫,૦૦,૦૦૦, એન્ડ્રોઇડ મોબાઇલ ફોન-૦૧ કિ.રૂ.૫૦૦૦, રોકડા રૂપીયા-૨૬૬૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂપિયા ૩૨,૭૦,૯૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો. એલસીબી ટીમે દારૂ અને બિયરના જંગી જથ્થા સાથે બળવંતસીંગ સોનારામ શાહુ, રહે. શિવાડા, શરાણીયો કી ઢાણી, તા. ચિત્તલવાના જિ. જાલોર રાજસ્થાન વાળાને ઝડપી લઈ દારૂનો જથ્થો મોકલનાર વિનોદ સિંધી રહે. વડોદરા અને દારૂનો જથ્થો ભરાવી આપનાર માધુસીંગ રાજપૂત રહે, ઉદયપુર, રાજસ્થાન વાળાના નામ ખોલાવી બન્નેને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધાવ્યો છે. આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા, એએસઆઈ રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, પોલાભાઇ ખાંભરા, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ હુંબલ, રામભાઇ મઢ, દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, શકિતસિંહ ઝાલા, ચંદુભાઇ કાણોતરા,ચંદ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, પો.કોન્સ. વિક્રમભાઇ કુગસીયા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ જીલરીયા, દશરથસિંહ પરમાર, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા, સતિષભાઇ કાંજીયા તેમજ હરેશભાઇ સરવૈયા, વગેરે દ્વારા કરવામાં આવી હતી.