મોરબી : આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની જૈફવયે નિધન થયું છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જેના કારણે રાજકારણમાં શોક વ્યાપી ગયો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તથા ભાજપ અગ્રણી કેશુભાઈ પટેલનું આજે તા. 29ના રોજ નિધન થયું છે. આ બનાવની જાણ થતા બ્રિજેશ મેરજા અને લલિત કગથરાએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. આગામી તા. 3 નવે.ના રોજ મોરબી-માળીયા વિધાનસભા બેઠક માટે મતદાન છે. ત્યારે હાલમાં મોરબીમાં ચૂંટણી પ્રચારનો માહોલ જામ્યો છે. આ માહોલ વચ્ચે દુઃખદ સમાચાર મળતા ભાજપના ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજા તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ કગથરાએ વીડિઓમાં શોકની લાગણી વ્યક્ત કરી છે. https://www.youtube.com/watch?v=bSXvk7rTem0&feature=youtu.be https://www.youtube.com/watch?v=L6ag4zeHyR8&feature=youtu.be મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate