મોરબી : મોરબીમાં સ્વ. ધવલ રાંકજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આગામી 17 જૂને બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવનાર છે. લાયન્સ ક્લબ ઓફ મોરબી - નજરબાગ અને ઇડન ગાર્ડનના સૌજન્ય દ્વારા સ્વ. ધવલભાઇ રાંકજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આગામી તારીખ 17ને ગુરુવારે સવારે 8 થી 1 કલાક દરમિયાન જી.આઈ.ડી.સી મેઈન રોડ પર સંસ્કાર ઈમેજીન સેન્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ વિગત માટે 98252 91313, 98982 88777 પર સંપર્ક કરી શકાશે.