મોરબી: મોરબી નિવાસી લતાબેન અનિલભાઈ સંઘવી (ઉ.વ. 85) તેઓ હિતેશભાઈ (વર્ધમાન ચશ્મા ઘરવાળા), પ્રકાશભાઈ, પલ્લવીબેન અને સોનલબેનના માતા તથા દિવ્યભાઈના દાદીનું તારીખ 4-4-2026 ને શનિવારે અવસાન થયું છે. સદગતની સ્મશાન યાત્રા તારીખ 5-4-2026 ને રવિવારના રોજ સવારે 8:30 કલાકે તેમના નિવાસસ્થાન, સાવસર પ્લોટ 12, વર્ધમાન ચશ્મા પરથી નીકળી લીલાપર રોડ સ્થિત વિદ્યુત સ્મશાને જશે. તેમજ સદગતનું ઉઠામણું તારીખ 6-4-2026 ને સોમવારે સવારે 10:00 કલાકે અને પ્રાર્થના સભા સવારે 11:00 કલાકે દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, સરદાર રોડ, જુના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે રાખવામાં આવેલ છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Obituary #Besanu #SadDemise