શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખી ચોરીની આશંકા વ્યક્ત કરી કડક કાર્યવાહીની માંગ ઉઠાવીમોરબી : મોરબી શહેરમાં લીલાપર આવાસ યોજનામાં આવેલ હોલમાં પડેલ એલ્યુમિનિયમ બોક્સ વાળી ટ્યુબ લાઈટનો મોટો જથ્થો અચાનક ગાયબ થઈ જતા અનેક તર્કવિતર્કો સર્જાયા છે. આ ગંભીર મામલે મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં પત્ર લખીને સવાલો ઉઠાવ્યા છે અને તાત્કાલિક તપાસની માંગણી કરી છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, તારીખ 28-9-2022ના રોજ લીલાપર આવાસ યોજનાના હોલમાં એલ્યુમિનિયમ બોક્સ વાળી ટ્યુબ લાઈટનો મોટો જથ્થો પડેલો હતો, જેની સ્થાનિક લોકો દ્વારા ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ એક જનપ્રતિનિધિ તરીકે પુષ્પરાજસિંહ જાડેજાએ આ સ્થળની રૂબરૂ મુલાકાત લેતા ત્યાં એકપણ ટ્યુબ લાઈટ જોવા મળી ન હતી. આ ટ્યુબ લાઈટના બોક્સ એલ્યુમિનિયમ જેવી કિંમતી ધાતુના બનેલા હોવાથી, પ્રાથમિક દૃષ્ટિએ આ સમગ્ર જથ્થાની ચોરી થઈ હોવાની આશંકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.આ ઘટના અંગે મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરતા પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, મહાનગરપાલિકા દ્વારા આ ટ્યુબ લાઈટ અન્ય કોઈ જગ્યાએ મૂકવામાં આવી છે કે પછી ભંગારમાં વહેંચી દેવામાં આવી છે તેની તંત્ર દ્વારા સ્પષ્ટતા થવી જોઈએ. જો તંત્ર દ્વારા આ એલ્યુમિનિયમ ટ્યુબ લાઈટનો જથ્થો લેવામાં આવ્યો ન હોય, તો હાલ તે કઈ જગ્યા પર છે તેની સઘન તપાસ થવી જરૂરી છે.વધુમાં, જો આ કિંમતી એલ્યુમિનિયમ ટ્યુબ લાઈટના જથ્થાની ખરેખર ચોરી થઈ હોવાનું તપાસમાં જણાઈ આવે, તો જવાબદાર તત્વો સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Congress #MorbiMahanagarpalika #LilaparAwasYojana #NewsUpdate #GujaratNews