મોરબી : મોરબી નેશનલ હાઈવે પર લાલપર ગામ નજીક પ્રિયા ગોલ્ડ સિરામીક પાસે ઓટો રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે લાલપર નજીક પ્રિયા ગોલ્ડ સિરામિક પાસે ઓટો રિક્ષા નંબર જીજે-૩-૭૫૩૬ ને આર.જે.-૧૪-જી.ઇ.૨૩૭૫ એ પાછળયી ઠોકર મારતાં ઓટો રિક્ષામાં બેઠેલા એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.