મોરબી : લક્ષ્મીબેન દેવજીભાઈ ભીમાણી (ઉ.વ.61) તે દેવજીભાઈ કરમશીભાઈ ભીમાણીના પત્ની, વિશાલભાઈ દેવજીભાઈ ભીમાણી (રિયલ ક્રિકેટ એકેડમી)ના માતૃશ્રી તથા સ્વ.ગણેશભાઈ કરમશીભાઈ ભીમાણી, આણંદભાઈ કરમશીભાઈ ભીમાણી, બાવનજીભાઈ કરમશીભાઈ ભીમાણી, શાંતિલાલ કરમશીભાઈ ભીમાણીના ભાભીનું તા.26ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બન્ને પક્ષનું બેસણું તા.28ને સોમવારના રોજ સવારે 8થી 10 શિવ હોલ, સ્કાયમોલ સામે, શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે. બેસણા સાથે શ્રી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પ પણ યોજાશે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.