મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ મુંનનગર વિસ્તારમાં કડીયાકામ કરતી વખતે ઉપરથી માથે તગારુ પડતા શ્રમિક મહિલાનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સનબાઇ કૈલાશભાઇ રાવલ ઉવ.25 રહે. મુળ મધ્યપ્રદેશ હાલ રહે મુનનગર, પંચાસર રોડ, મોરબી વાળી ગઈકાલે મુનનગર, પંચાસર રોડ મોરબી ખાતે કન્ટ્રકસનનુ કામ કરતી હતી. ત્યારે ઉપરથી તગારૂ માથા ઉપર પડતા માથામાં ગંભીર ઇજા થતા આ શ્રમિક મહિલાનું મોત નીપજ્યું હતું. બાદમાં મૃતક મહિલાની ડેડ બોડી પીએમ અર્થે મોરબીની સીવીલ હોસ્પિટલે ખસેડાઇ હતી. એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274