મોરબી : મોરબીમાં 'સ્વચ્છ ભારત મિશન-2017'ની અંતર્ગત તેમજ એલ.ઈ.કોલેજનાં આચર્ય ડૉ.એન.કે.અરોરાનાં અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા માટે એલ.ઈ.કોલેજ ખાતે કાર્યક્રમ યોજયો હતો. જેમાં મોટી સંખ્યામાં છાત્રોએ ભાગ લીધો હતો અને કોલેજના દરેક ડિપાર્ટમેન્ટની સફાઈ કરી હતી. તેમજ સફાઇ અભિયાનમાં ભૂતપૂર્વ વિધ્યાર્થીઓનાં સંગઠન લેન્કો તેમજ લાયન્સ કલબ ઑફ મોરબી જ્યુપીટર દ્વારા સફાઇનાં સાધન માટે આર્થિક સહાયનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ કાર્યક્રમમાં વિધાર્થીઓએ સ્વચ્છતાની શપથ લઈને તા.1-9 થી 15-9 સુધી સ્વચ્છ મિશન પખવાડિયું તરીકે ઉજવણી કરવામાં આવશે તેવુ એલ.ઇ.કોલેજનાં આચર્ય અને સંચાલકની યાદીમાં જણાવ્યું હતું. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='10122,10123,10124,10126,10127,10128,10129,10130,10131,10132,10133,10134,10135,10136,10137']