એલ.ઈ.કોલેજ પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા જૂની પુરાણી ચીજો એકત્રિત કરી અંધજનો અને ગરીબ પરિવારની મદદ કરી મોરબી : મોરબીમાં અનરાધાર નો આધાર સૂત્ર સાથે લોકોના જીવનમાં ઉજાસ પાથરવા એલ.ઈ.કોલેજના પટેલ સોશ્યલ ગ્રુપના વિદ્યાર્થીઓ હવન દ્વારા દીપાવલીના પર્વ પૂર્વે લોકોને પોતાની જૂની પુરાણી ચીજવસ્તુઓ આપવા અપીલ કરી મોટાપ્રમાણમાં એકત્રિત કરેલી ચીજો ગરીબો અને અંધજનોને વિતરણ કરી લોકોના જીવનમાં ઉજાસ પાથરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમાજના વંચિતો માટે હંમેશ કંઈક નવું કરવાની ભાવના ધરાવતા એલ.ઈ.કોલેજ મોરબીના પટેલ સોશ્યલ ગ્રુપ દ્વારા મોરબીમાં કલ્કશન સેન્ટર શરૂ કરી લોકો પાસેથી અલગ અલગ ચીજ વસ્તુઓ એકત્રિત કરી હતી જેમાં જુના કપડાં, રમકડાં અને અનેક એવી ચીજો મોટા પ્રમાણમાં એકત્રિત થતા વિદ્યાર્થીઓ ધ્વરા આ ચીજવસ્તુઓને અંધજન અને ગરીબ પરિવારમાં વિતરણ કરી ખુશીનો ખજાનો લાવ્યા હતા. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='36945,36946']