મોરબી : મોરબી શહેરની મધ્યે ગીનચોક વિસ્તારમાં આવેલ કુબેરનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ નિમિતે ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે.શ્રાવણ માસ નિમિત્તે કુબેરનાથ દાદાને વિવિધ અભિષેક-શ્રુગાર કરવામાં આવી રહ્યા છે.ત્યારે આજે નાગ પંચમીના દિવસે કુબેરનાથ મહાદેવ મંદિર કુબેરનાથ દાદાને અદભુત ફૂલોનો શ્રુગાર કરવામાં આવ્યો હતો અને મહાઆરતી કરવામાં આવી હતી.શિવ ભક્તોએ આજે પૂજા અર્ચના કરીને ભગવાન શિવની આરાધના કરી હતી.તેમ કુબેરનાથ મહાદેવ મંદિરના પૂજારી વિનુભાઈએ જણાવ્યું હતું.