મોરબી : મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા રસાયણિક ખાતરોનો સમતોલ ઉપયોગ વિષય પર વેબીનાર યોજાયો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારા તા. ૧૮/૦૬/૨૦૨૧ ના રોજ રસાયણિક ખાતરોનો સમતોલ ઉપયોગ વિષય પર વેબીનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં હેતલબેન પડસુંબિયાએ દરેકનું સ્વાગત કર્યા બાદ ડો. કે.બી.આસોદરીયાએ ખેડુતો એ છોડને જરૂરી પોષક તત્વો વિષે વિસ્તૃત માહિતી આપેલ હતી. વધુમાં, ડો. એલ.સી.વેકરીયાએ યોગ્ય સ્ત્રોત, પધ્ધતિ, સમય અને પ્રમાણ દ્વારા ખાતરોનો સમતોલ ઉપયોગ તેમજ ડો. એચ.એલ.સાકરવાડીયા એ ઓઇલ હેલ્થ કાર્ડ યોજના વિશે વિસ્તૃત માહિતી પુરી પાડેલ હતી. તેમજ ડો. આર.એમ.સોલંકીએ સુક્ષ્મ પિયત પધ્ધતિ દ્વારા રાસાયણિક ખાતર આપવા વિશે સમજણ આપી તેમજ વી.ડી.વોરા એ પાક અવશેષોનું વ્યવસ્થાપન વિષય પર વાત કરી હતી. અને ડો. ડી.એસ.હિરપરા એ રસાયણિક ખાતરોના સમતોલ ઉપયોગ વિશે માહિતી આપેલ. અને ડો. પી.ડી.વેકરીયાએ સેન્દ્રિય ખાતરોની અગત્યતા વિશેની જાણકારી ખેડુતોને પૂરી પાડેલ હતી. આ કાર્યક્રમના અંતમાં કેવિકે-મોરબીના વડા ડો. એલ.એલ.જીવાણીએ દરેકની આભાર વિધિ કરેલ હતી. આ કાર્યક્રમમાં કુલ ૪૬ જેટલા મોરબી જિલ્લાના ખેડૂતો તેમજ ઓફિસરોએ હાજરી આપેલ હતી. તેમ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી-મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સીનીયર સાયન્ટીસ્ટ અને હેડની યાદીમાં જણાવાયું છે.