સર્પ પકડવાની સેવા કરતા જીવદયાપ્રેમીએ સાપને ૩૦ મિનિટની મહેનત બાદ પકડીને સલામત સ્થળે છોડી મુક્યો મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલી વિવેકાનંદ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ૬ ફૂટનો બ્લેક કોબ્રા સાપ નીકળ્યો હતો. બાદમાં સાપ પકડવાની સેવા આપતા જીવદયાપ્રેમીએ અડધી કલાકની મહેનત પછી આ સાપ પકડી લીધો હતો. અંતે સાપ પકડાઈ જતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લિધો હતો. મોરબીના રવાપર મેઈન રોડ પર આવેલી વિવેકાનંદ સોસાયટીમાં લાલિતભાઈ વાછાણીના રહેણાંક મકાનમાં ૬ ફૂટના બ્લેક કોબ્રા સાપે દેખા દેતા રહીશોમાં ભયનું લખલખુ પ્રસરી ગયું હતું. આ અંગે સર્પ પકડવાની સેવા આપતા કૌશિકભાઈ પટેલને તુરંત જ જાણ કરવામાં આવી હતી. જેથી તેઓ તાત્કાલિક લલિતભાઈના ઘરે પહોંચી ગયા હતા. બાદમાં ૩૦ મિનિટની મહેનત પછી આ સાપ પકડાયો હતો. સાપને પકડીને માનવવસ્તીથી દૂર સુરક્ષિત સ્થળે છોડી મુકવામાં આવ્યો હતો. કૌશિકભાઈ પટેલે જણાવ્યું કે ઘણી વખત લોકો સાપને જોવે છે.ત્યારે તે નુકશાન પહોંચાડશે તેવા ડરથી તેની હત્યા કરી નાખતા હોય છે. આ પ્રકારે સાપની હત્યા ન થાય માટે તેઓ વિનામૂલ્યે સાપ પકડવાની સેવા આપે છે. તેઓ સાપને પકડીને તેને સલામત સ્થળે છોડીને જીવદયાનું કાર્ય કરી રહ્યા છે. કૌશિકભાઈ પટેલનો મો.નં. ૯૯૦૯૫ ૬૧૦૧૫ છે. https://youtu.be/6BKhQ6sThUk