ટંકારા : રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ ગુજરાતના ખેડુતોએ ઈ-ગ્રામ પંચાયતના પાસવર્ડ તળે મગફળી અંગે ઓનલાઈન નોંધણી તેમજ કૃષિ સહાયની અરજી વિના મુલ્યે VCE દ્વારા કરવાની સરકારે જાહેરાત કરી છે. ત્યારે ટંકારાના હડમતિયા ગ્રામ પંચાયતમાં ઈ-ગ્રામના તમામ સેટ તૈયાર પડ્યા છે. તો પણ ફક્ત સર્વર કે નાના એવા ફોલ્ટથી ખેડુતોની કામગીરી છેલ્લા પાંચ દિવસથી અટવાયેલી પડી છે. ત્યારે ખેડુતો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ઈ-ગ્રામના પાસવર્ડ તળે ગામની અન્ય જગ્યાએ વ્હાલા-દવલાની નીતીથી ઓનલાઈન અરજી થઈ હોવાનું ગામના અન્ય ખેડુતોએ મોરબી જીલ્લા કિશાન સંધના પ્રમુખ જીલેશભાઈ કાલરીયાને ટેલિફોનિક જણાવતા તત્કાલ કિશાનસંધના પ્રમુખે આ બાબતે VCE પાસે માહિતી માંગતા જાણવા મળ્યું કે 67 મગફળી રજીસ્ટ્રેશન તેમજ 19 કૃષિસહાયની નોંધણી થઈ ચુકી છે. આ બાબતે કિશાન સંધના પ્રમુખ દ્વારા જણાવેલ કે સરકારશ્રી દ્વારા VCE અોને બે વર્ષનું કમિશનનું ચુંકવણું તત્કાલ નહી કરવામા આવે તો પણ મોરબી જીલ્લા ભારતીય કિશાનસંધ VCE ને સાથે રાખી ન્યાય અપાવવા આંદોલન કરતા પણ નહી ખચકાય. ગામના ખેડુતોએ ઓનલાઈન બાબતે ચાર્જ આપવો કે નહી એ બાબતે ટીડીઓને જાણ કરવામા આવતા મામલો વધુ ઉગ્ર ન બને તેની શંકા સેવાય રહી છે. જાણવા મળતી માહિતી મુજબ VCE નું કહેવુ છે કે સરકાર તરફથી બે વર્ષનું કમિશન મળેલ નથી તો અમારે પ્રાઈવેટ નેટ, પ્રિન્ટીંગ, સ્ટેશનરી, લાઈટ આ તમામનો ખર્ચ ન પરવડતો હોવાથી ચાર્જ વસુલવા મજબુર થવુ પડે છે. ગામના ખેડુતોએ પણ ટીડીઓ સાથે આ બાબતની ટેલિફોનિક જાણ કરી છે. હવે જોવાનું એ રહ્યું કે આ બાબતે ટીડીઓ શું નિર્ણય લઈ કામગીરી શરુ કરાવે છે કે પછી ખેડુતોએ હાલાકી ભોગવવી પડશે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate