મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી દરમ્યાન પાછલા એક વરસથી અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામેથી મોરબી એસ.ઓ.જીની ટીમે ઝડપી પાડ્યો હતો. મોરબી એસ.ઓ.જીના ઇન્ચાર્જ પો.ઇન્સ. આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ કામ કરતા પો.હેડ.કોન્સ. કિશોરભાઈ મકવાણા તેમજ ભરતસિંહ ડાભીને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પો.હેડ.કોન્સ. ઈશ્વરભાઈ કરોતરા સાથે મળીને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામેથી હળવદના અપહરણના એક ગુનામાં નાસતા ફરતા સંજય હિંમતભાઈ ખમાણી ઉં. વ. ૨૩ને થાનગઢની જય અંબે સોસાયટી માંથી દબોચી લીધો હતો. ઝડપાયેલા અપહરણના ગુનાના આરોપીને હળવદ પો.સ્ટે.ને હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en