મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક આવેલ મચ્છોનગરમાં મારા જમાઈને કેમ ગાળો આપી કહી યુવાનને છરીના ઘા ઝીકી દેવતા હોસ્પિટલે ખસેડાયો હતો. જાણવા મળ્યા મુજબ રામજીભાઇ સુખાભાઇ સાઢમીયા, ઉવ-૨૫ ધંધો મજુરી રહે. મચ્છોનગર ઢાર ઉપર રફાળેશ્વર તા.જી.મોરબી મુળ ગામ અકાળા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળાને અગાઉ આરોપી મનોજભાઇ ઉર્ફે મનુભાઇ પુજાભાઇ સોલંકી રહે. મચ્છોનગર રફાળેશ્વર તા.જી.મોરબી વાળાના જમાઈ સાથે બોલાચાલી થઈ હોય તેનો ખાર રાખી આરોપી મનોજે છરીના ઘા ઝીકી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ઘટના અંગે પોલીસે આઇ.પી.સી.કલમ-૩૨૪,૫૦૪,૫૦૬ (૨) જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ આરોપી મનોજ વિરુદ્ધ ગુન્હો નોંધી આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.