મોરબીઃ મોરબી તાલુકાના કેશવનગર (જી) ગામે સમસ્ત પટેલ સમાજ દ્વારા સમાજવાડીનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આ સમાજવાડીનું ખાતમુહૂર્ત નાના બાળકોના હસ્તે કરવામાં આવ્યું હતું. ગઈકાલે તારીખ 15 ડિસેમ્બર ને ગુરુવારના રોજ સવારે 7 કલાકે રોજ કેશવનગર (જી) ગામે સમસ્ત પટેલ સમાજવાડીનું નાના બાળકો દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પટેલ સમાજવાડી 5 હજાર ફૂટ વિસ્તારમાં નિર્માણ પામશે જેનો અંદાજિત ખર્ચ 70 લાખ રૂપિયા જેટલો થશે. આ સમાજવાડીનું નિર્માણ કેશવનગર ગામના પટેલ સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. મોરબી અપડેટ.. આપણું મોરબી આપણાં સમાચાર... લાઈવ અને વિડિયો ન્યુઝ માટે મોરબી અપડેટનું નવું ફેસબુક પેજ Morbi Update Live ને લાઈક અને ફોલો કરો.. https://www.facebook.com/morbiupdatelive?mibextid=ZbWKwL