રાજકોટ અને મોરબીમાં વસવાટ કરતા તમામ ખારેડાવાસીઓને ધનતેરસે માદરે વતન આવવા અનુરોધ મોરબી : મોરબીના ખરેડા ગામે આગામી તા.5 નવેમ્બરને ધનતેરસના રોજ નકલંક મંદિરના પૂ.ભગતબાપાની પુણ્યતિથિ અને ભાવપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવનાર હોય ખારેડા ગામના તમામ વતનીઓને પધારવા અપીલ કરવામાં આવી છે. નકલંક મંદિર ખરેડા ગામના મહંત પૂ.ભગતબાપાની પુણ્યતિથિ પ્રસંગે આગામી તા.5 નવેમબરને આસો સુદ તેરસ ( ધનતેરસ )ના રોજ ભાવપ્રતિષ્ઠા પ્રસંગ ઉજવવામાં આવનાર છે જેથી રાજકોટ, મોરબી સહિતના શહેરોમાં વસવાટ કરતા ખરેડા ગામના વતનીઓને આ પ્રસંગે હાજર રહી પ્રસાદ લેવા નકલંક મંદિર અને સમસ્ત ગામ દ્વારા આમંત્રણ પાઠવવમાં આવ્યું છે.