હાઇકોર્ટે 5 મહિના પહેલા જમીન ફાળવવા આદેશ કર્યા છતા જમીન ન ફળવતાં દલિત સમાજે આપી મૃતકની લાશ કલેક્ટર કચેરીએ લાવવની ચીમકી મોરબી : મોરબીના ખાનપર ગામમાં દલિત સમાજના સ્મશાનની જમીન મુદ્દે 5 વર્ષ પહેલા વિવાદ થતા હાઈકોર્ટમા ફરીયાદ થઈ હતી. જે મુદે કોર્ટે 5 માસમાં ઉકેલ લાવવા આદેશ કર્યો હતો. પરંતુ તેમ છતાં સ્થાનિક તંત્રએ આજદિન સુધી સ્મશાન માટે જમીન ફાળવાવમાં ન આવતાં દલિત સમાજે કલેક્ટરને 15 દિવસમાં જમીન ફાળવવામા નહીં આવે તો દલિત સમાજ કલેક્ટર કચેરી મા લાશ દફન કરવામા આવશે તેવી ચીમકી આપવામા આવી હતી. જેની મુદત બુધવારે પુર્ણ થઈ હતી. ત્યારે આજના દિવસે ગામનાં ડાયાભાઈ પમાંભાઈ પરમારનું મોત નીપજ્યું હતુ. અનેં સ્મશાનની જમીન ન મળતાં દલિત આગેવાનોએ અગાવ આપેલી ચીમકી મુજબ મોરબી કલેક્ટર કચેરીમાં લાશ દફનવવાનું જાહેર કરતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. ત્યારે આ સેન્સેટિવ મુદ્દે અડધી રાત્રે 1.00 વાગ્યે જીલ્લા કલેક્ટરે આર.જે. માકડિયાની આગેવાનીમાં એક તાકીદની બેઠક બોલાવામાં આવી હતી. જે બેઠક મોડી રાત સુધી ચાલી હતી. આ બેઠકમાં અધિક કલેક્ટર કેતન જોશી, એએસપી અક્ષય રાજ મકવાણા, ભાજપ અગ્રણી રાઘવજી ગડારા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ મુદ્દે સમાધાન કરવા પ્રયાસ કર્યો હતા. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં મોડે સુધી કોઈ નિર્ણય લેવાયો ન હતો. અને દલિત સમાજના આગેવાનોએ સવારે ગામના મૃતક વૃદ્ધની લાશને કલેકટર કચેરીએ લાવવાની મકમત્તા દર્શાવી હતી.