મોરબી : મોરબીના ખાનપર ગામેં કુવામાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ખાનપર ગામે રહેતો કેશુભાઇ કનુભાઇ બારીયા (ઉ.વ.૩૦) નામનો યુવાન ગઈકાલે તા.૬ ના રોજ ખાનપર ગામની સીમમાં કુંવામાં પડી જતા પાણીમાં ડુબી જવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું.બાદમાં હતભાગી યુવાનનો મૃતદેહ પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.