ગઈ કાલે મેલડીમાંના તાવામાં જતી વેળાએ બની હતી ઘટના : લાંબી શોધખોળ બાદ આજે ડેડબોડી મળી મોરબી : મોરબીના ખાનપર નજીક પાણીમાં ડૂબી જતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ ગઈ કાલે ખાનપર ગામે મેલડીમાંના તાવામાં જતા સમયે પાણીમાં એક વ્યક્તિ ડૂબી ગઈ હતી. જેની શોધખોળ માટે રાજકોટ સહિતની ફાયરની ટિમ કામે લાગી હતી. ત્યારે 24 કલાક બાદ પાણીમાં ડૂબી ગયેલા બચુભાઇ મનજીભાઇ (ઉ.વ.60)ની ડેડબોડી આજે ફાયર વિભાગને હાથ લાગી હતી. બનાવ અંગે પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.