ખંડણીના નામે પૈસા પડાવી મોરબીમાં રેસ્ટોરન્ટ શરૂ કરવાનું કાવતરું ઘડ્યું હોવાની આરોપીઓની કબુલાત મોરબી : સીરામીક ટાઇલ્સ એક્સપોર્ટ કરતા મોરબીના વેપારી પાસેથી અભયસિંહની ઓળખ આપી ફોન પર ખંડણી માંગનાર ચાર શખ્સોને પોલીસે ૨ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યારે કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. ટાઇલ્સ એક્સપોર્ટ કરતા મોરબીના વેપારી અમર જયંતીભાઈ મકાસણાને વાંકાનેરના ડોન અભયસિંહ બાપુની ઓળખ આપી ફોન પર રૂ.૫ લાખની ખંડણી માંગવાનાર હાર્દિક ધીરુભાઈ પટેલ, હિતેશ ઉર્ફે ગબ્બર ઉમેશભાઈ જાંબુકીયા, જયરાજ ભીખુભાઇ અને રોહિત ઉર્ફે તોતીને પોલીસે પકડી પાડી ૨ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આરોપીઓના ૧ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસમાંથી મળતી વિગત મુજબ આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓએ કબુલાત આપી હતી કે મોરબીમાં રેસ્ટોરન્ટ શરૂ કરવા માટે તેઓને પૈસાની જરૂરુયાત હતી. પૈસાની આ જરૂરિયાત પુરી કરવા માટે તેઓએ ખંડણી માંગવાનું કારસ્તાન ઘડી કાઢ્યુ હતું.