પટેલ યુવાન પાસેથી નાણાં પડાવી ખંડણી મંગનાર એકને એલસીબી પકડ્યો : એકની શોધખોળ મોરબી : મોરબીમાં રહેવુ છે કે નહીં ? જો રહેવું હોય તો નાણાં ચૂકવવા પડશે, બિહારને પણ આંટી દે તેવા ખંડણીના કિસ્સામાં મોરબી એલસીબીએ નામીચા શખ્સને દબોચી કાયદાના પાઠ ભણાવ્યાં હતા. જો કે હજુ એક આરોપી પોલીસના હાથથી દૂર છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં રહેતા મનોજ પટેલ નામના વ્યક્તિને દમ દાટી મારી નામચીન ઈરફાન બ્લોચ અને હકો નામના શખ્સે મોરબીમાં રહેવું હોય તો રૂપિયા ૨.૮૦ લાખની ખંડણી ચૂકવવા ધમકી આપતા મામલો એ ડિવિઝન પહોંચ્યો હતો. વધુમાં આ ગંભીર ફરિયાદ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અનેક વખત પોલીસ ચોપડે ચડી ગયેલ નામચીન ઈરફાન બ્લોચને એલસીબીએ ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો અને કાયદાના પાઠ ભણાવ્યાં હતા. જો કે હજુ હકો પોલીસ ગિરફતથી દૂર હોવાનું જાણવા મળ્યું છે.