મોરબી : આજે બપોરના સમયે મોરબીના દરબારગઢ નજીક એક છોટાહાથી ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા છોટાહાથી કેબિનમાં ઘુસી ગયુ હતું. જાણવા મળતી વિગતો મુજબ શહેરના દરબાર ગઢ નજીક છોટા હાથી બેકાબુ બનીને નજીકમાં આવેલી બજરંગ પાન નામની કેબિનમાં ઘુસી જતા અફરા તફરી મચી ગઈ હતી. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાન હાની થઈ નથી પરંતુ ઈજાગ્રસ્ત થયેલાને સારવાર અર્થે સિવીલ મા ખસેડાયા હતા.