રાત્રીના ભારે વરસાદના કારણે માટી ખાતાનો શેડ તૂટી પડ્યો : સદનસીબે કોઈ જાન હાનિ નહિ મોરબી : મોરબીમાં રાત્રીના સતત વરસાદના પગલે નેશનલ હાઇવે પર આવેલી કાવેરી સિરામિકમાં માટી ખાતાનો શેડ ધરાશાયી થઇ ગયો હતો. જેને કારણે માટીખાતાની મશીનરીને ભારે નુકસાન થયું હતું. જોકે સદનસીબે રાત્રીના આ ઘટના બનતા કોઈ જાન હાનિ થઇ ન હતી. મોરબી નજીક કંડલા હાઇવે પર આવેલી કાવેરી સિરામિકમાં ગત રાત્રીના માટી ખાતાનો મહાકાય શેડ અચાનક જ કકડભૂસ થઇ ધરાશાયી થઇ ગયો હતો. આ અંગે કાવેરી સિરામિકના મલિક શૈલેષભાઇ પટેલે મોરબી અપડેટ સાથેની જણાવ્યું હતું કે સતત વરસાદના પગલે ગઈ કાલ રાત્રીના આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં વરસાદ અને ભારે પવનના કારણે શેડ પડી ગયો છે. અને આ ઘટનામાં માટી ખાતામાં રહેલી મશીનરી સહિતના માલને ભારે નુકસાન પોહ્ચ્યું છે. જયારે આ ઘટના રાત્રીના બની હોવાથી કોઈ પણ પ્રકારની જાન હાનિ થઇ નથી. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='26906,26907,26908,26909,26905']