ધાર્મિક કાર્યમાં આરોગ્ય સેવાની સુવાસ મોરબી: લાયન્સ કલબ મોરબી નઝરબાગ, અને સિટી,દ્વારા તાજેતરમાંડાયાબિટિસ ચેકઅપ કેમ્પ નું આયોજન ગ્રીનચોક મા કરવા મા આવ્યું હતું. જેમાં અંદાજે 343 લોકો નું ચેકઅપ કરવામા કરાયું હતું. 7 લોકો 500 થી વધુ ડાયાબિટીસ આવતા વિશિસ તપાસ માટે બોલાવા મા આવ્યા હતા. રવાપર રોડ મા ભાગવત કથામા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 253 લકોનું ડાયાબિટીસ ચેક કરેલ જેમાં એક બહેને 600 ઉપર ડાયાબિટિસ આવતા તેને આ જાણકારી પ્રથમ વખતજ મળી હતી. આ કેમ્પ ને સફળ બનાવા વીરેન્દ્ર પાટડીયા, રમેશ રૂપાલા, તુષાર દફતરી, ભણજીભાઈ આદરોજા,ફુલતરિયાભાઈ, મનીષ પારેખ ધીરુભાઈ આદરોજા, મગુણીયા,જનકભાઈ હીરાની સુરણીસહેબ,વિગેરે મિત્રો એ ભારે જહેમત ઉઠાવી હતી. ડો .જયેશ પટેલ અને ડૉ.મનીષ સોની અને સંદીપ દફતરી એ માનદ સેવા આપી હતી. કેમ્પ નું ઉદ્ઘાટન ડીસ્ટ્રીક્ટ ગવર્નર ચંદ્રકાંત દફ્તરી એ કરીને જણાવ્યું હતું કે ,સમગ્ર ભારત મા લાયન્સ મેમ્બરો આજે ડાયાબિટીસ ચેક કરી અને વર્લ્ડ રેકોર્ડ કરી રહ્યા છે. [gallery ids='38196,38197']