મોરબી : ક્રાંતિકારી સેના હિન્દુસ્તાન દ્વારા બાળકોમાં નાનપણથી જ દેશભક્તિની ભાવના ખીલે તે માટે અનોખી એબીસીડી બનાવવામાં આવી છે જેમાં ગુલામ ભારતને આઝાદી અપાવનાર તમામ દેશભક્તોના નામ મૂળાક્ષરો સાથે જોડવામાં આવ્યા છે. દેશભક્તિ એબીસીડી અંગે ક્રાંતિકારી સેનાના આગેવાનોએ જણાવ્યું હતું કે, આ અેક નવો પ્રયોગ છે, જો આ પ્રયોગ સફળ થાય તો દેશ અને સમાજના ૧૦૦ % પ્રશ્નોનો ઉકેલ આવી જાય ક્રાંતિકારી સેનાઅે બનાવેલી એબીસીડીને બાળકો નાનપણમાં જ દિલ અને દિમાગ મા ઉતારે તો દેશ પ્રેમી પેઢીનો ઉદય થાય અને હાલના સમયે જે દેશની હાલત છે અે હંમેશાને માટે દૂર કરી શકી આ ફકત એબીસીડી નથી અેક ઈતિહાસ હોવાનું તેમને ઉમેર્યું હતું. સમગ્ર ભારત દેશમાં આ એબીસીડી દરેક લોકો પાસે પહોંચાડવાની ઇચ્છા ક્રાંતિકારી સેના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેથી બધા દેશપ્રેમીઓ આ શુભ કાર્યમાં મદદ કરવા અને જન જન સુધી આ એબીસીડી પહોંચાડવા માટે અનુરોધ કરી, ટૂંક સમયમાં એબીસીડીની ૫૦૦૦ કોપી આવનાર હોવાનું જણાવ્યું હતું.