મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી રૂ. ૯૯,૪૦૦ રોકડા જપ્ત કર્યા મોરબી : મોરબીના કાંતિપૂરમાં તાલુકા પોલીસે દરોડો પાડી રહેણાંક મકાનમાં ચાલતી જુગાર કલબ ઝડપી લઈ સાત જુગારીઓને રૂપિયા ૯૯,૪૦૦ રોકડા સાથે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ મથકના પો.કોન્સ.અમિતભાઇ વાસદડીયાને મળેલ ચોકકસ હકિકત આધારે પોલીસે કાંતીપુર ગામના રહેવાસી દિનેશભાઇ રેવાભાઇ કલોલા રહેણાંક મકાનમાં આર્થિક લાભ સારુ સવલતો પુરી પાડી ગંજીપતાના પાના તથા પૈસાવડે હારજીતનો જુગાર રમાડાતો હોય ત્યાં રેઇડ કરતા આરોપીઓ (૧) દિનેશભાઇ રેવાભાઇ કલોલા ઉવ.૫૦ (૨) જગદિશભાઇ ચતુરભાઇ બાવરવા ઉવ.૩૮ (૩) ચંદુલાલ જેરામભાઇ મોરડીયા ઉવ.૫૬ (૪) સુનિલભાઇ મનહરભાઇ ઠોરીયા ઉવ.૩૮ (૫) અલ્પેશભાઈ ગોવિંદભાઇ શેરસીયા ઉવ.૩૦ (૬) ચંદુલાલ નરશીભાઇ સંધાણી ઉવ.૬૦ (૭) સુરેશભાઇ ગાંડુભાઇ કડીવાર ઉવ.૪૦ વાળાઓને કુલ રોકડા રૂ.૯૯,૪૦૦ સાથે જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા. જુગાર દરોડાની આ કામગીરી પીએસઆઇ એસ.એ.ગોહિલ, પો.સબ.ઇન્સ. એન.જે.રાણા, એ.એસ.આઇ. મહિપતસિંહ જાડેજા, પો.હેડકોનસ.દિનેશભાઇ બાવળીયા, પો.કોન્સ. ભરતભાઇ આલ, અમિતભાઇ વાસદડીયા, કિર્તીસિંહ જાડેજા, હિતેષભાઇ ચાવડા, શક્તિસિંહ જાડેજા, ઉજવલદાન ગઢવી અને અશોકભાઇ ખાંભરા સાહિતનાઓએ કરી હતી.