મોરબી : મોરબી સીટી એ પોલીસ સ્ટેશન દ્વારા મોરબી કંડલા બાયપાસ પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. મોરબી સીટી એ પોલીસ સ્ટેશન દ્વારા મોરબી કંડલા બાયપાસ પાસે દલવાડી હોટલ નજીક આરોપી મગનભાઇ રામજીભાઇ સોલંકી (ઉ.વ.૩૫, રહે. વાંકાનેર જડેશ્વર રોડ, પેડક સોસાયટી, દિગ્વિજયનગર સોસાયટી) સી.એન.જી. રિક્ષામાં ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટના વિદેશી દારૂ પાર્ટી સ્પેશ્યલ ડીલકસ વ્હીસ્કી ફોર સેલ ઇન અરૂણાચલ પ્રદેશ ઓન્લી ૭૫૦ એમ.એલની કાચની કંપની શીલબંધ બોટલ નંગ-૧૨ તથા પાસપોર્ટ સ્કોચ બ્લેન્ડેડ સ્કોચ વ્હીકસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી ૭૫૦ એમ.એલની કાચની કંપની શીલબંધ બોટલ નંગ-૧૦ મળી કુલ બોટલ નંગ-૨૨ કિ.રૂ.૬૬૦૦ની હેરાફેરી કરી આરોપી સુરેશભાઇ માવજીભાઇ કંજારીયા (ઉ.વ.૪૦, રહે. મોરબી વાઘપરા, શેરી નં. ૧૦)ને આપતા પકડી પાડવામાં આવેલ હતા. બંને આરોપીઓની વિદેશી દારૂ તથા સી.એન.જી રીક્ષા સહીત કુલ મુદામાલ રૂ.૭૬,૬૦૦ સાથે અટકાયત કરવામાં આવેલ છે. મોરબી સીટી એ પોલીસ સ્ટેશન દ્વારા બનાવની વધુ તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.