મોરબી : મોરબી કડવા પાટીદાર સમાજના મોભી તેમજ કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના અધ્યક્ષ વલમજીભાઈ કાનજીભાઈ અમૃતિયા (ઉ.વ.86) એ દુ:ખદ અવસાન થયું છે. વલમજીભાઈએ મોરબીના પાટીદાર સમાજ માટે કન્યા કેળવણી, જળસંચય તથા અનેક સેવાના કાર્યો કર્યા હતા.ત્યારે ગત તા. 15 જૂનને ગુરૂવારે 86 વર્ષની ઉંમરે વલમજીભાઈ કાનજીભાઈ અમૃતિયાનું નિધન થતા સમાજમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે. વલમજીભાઈની દિવ્ય આત્માને પરમાત્મા પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના સાથે શ્રધ્ધાંજલિ/ પ્રાર્થનાસભા તા. ૨૨ ને ગુરૂવારે સવારે 9 કલાકે શ્રી કડવા પાટીદાર કન્યા છાત્રાલય કેમ્પસ ખાતે રાખવામાં આવી છે. તેમ શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ કે. હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ એસ. ફેફરએ જણાવ્યું છે.