મોરબી : મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં જુગાર રમાંતો હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરી ચાર શખ્સોને ૨૦ હજારની રોકડ સાથે ઝડપી લીધા હતા. જાણવા મળ્યા મુજબ ગઈકાલે રાત્રે મોરબીના કબીર ટેકરી નજીક જાહેરમાં જુગાર રમી રહેલા કાસમ હાજી કુરેશી, મોસીન મામદ કુરેશી, નીતિન ભગવાનજી કોળી તથા નિઝામ સલીમ મોવર રે.બધા રબારીવાસ વાળાને પોલીસે બાતમીને આધારે રંગે હાથ ઝડપી લઈ ૨૦ હજાર રોકડા તથા ગંજીપાના કબ્જે કર્યા હતા. આ મામલે એ ડિવિઝન પોલીસે જુગારધારા હેઠળ ચારેય વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.