મોરબી : મોરબીમાં તારા ભાઈએ મૈત્રી કરાર કેમ કર્યા છે કહી ત્રણ શખ્સોએ યુવાનને ઘર છોડી ચાલ્યા જવા ધમકી આપતા ચકચાર જાગી છે. પ્રાપ્ત વિગતો મુજબ કમલેશભાઇ ચંદુભાઇ સુરેલા, ઉ. ૩૨, રહે.કબીર ટેકરી શેરી નં-૩ વાળાને સાહીલ મહમદ મકરાણી, મોસીન મહમદ મતવા તથા તોફીક રહે-બધા કબીર ટેકરી મોરબીવાળાએ તારા ભાઇ શની એ અમારી બેન સાથે મૈત્રી કરાર કેમ કર્યા કહી ગાળો આપી, ફડાકા મારી ઘર મુકી જતા રહેજો નહીતર જાનથી મારી નાખશુ તેમ ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.