બન્ને જૂથોએ સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસ હરકતમાં આવી મોરબી : મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે સોમવારે રાત્રિના સમયે થયેલી જૂથ અથડામણનો બનાવ બન્યો હતો.બન્ને જૂથોએ નોંધાવેલી સામસામી ફરિયાદને પગલે પોલીસે બંને પક્ષના મળીને ૧૧ આરોપીની અટકાયત કરી છે. મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક બે જૂથ વચ્ચે થયેલી અથડામણ બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ બાદ પોલીસ ટીમ હરકતમાં આવી હતી અને ધરપકડનો સિલસિલો ચાલુ કર્યો હતો જેમાં પોલીસે આરોપી ઇકબાલ હાજી દલ, જુનેદ ઇકબાલ દલ, રાહિલ ઇકબાલ દલ, સાહિલ ઇકબાલ લંધા, રમજુ રજાક લંધા, જાકીર રફીક દલ અને ભવાની દિનેશ કાનાબાર એમ સાત આરોપીની અટકાયત કરી હતી જયારે અન્ય જૂથના આરોપી રમજાન યુસુફ ઉર્ફે મૂડી લંધાણી, અનીશ મહમદ લંધાણી, અહેજાજ મહમદ લંધાણી અને સાહીદ મહમદ લંધાણી એમ ચાર મળીને કુલ ૧૧ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે જયારે બાકીના આરોપીની શોધખોળ ચલાવી છે.