માળિયા(મિ)માં એલ.સી.બી. ટીમે બાતમીને આધારે કાલે સાંજે જુના ઘાટીલા ગામની સીમમાંથી ૧૪૨ દારૂની બોટલ સાથે એક આરોપીને ઝડપી પડ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર માળિયા પોલીસ અને એલ.સી.બી.ના સ્ટાફે બાતમીના આધારે જુના ઘાટીલા ગામની સીમમાં વાડી દાટેલી ઈંગ્લીસ દારૂની ૧૪૨ બોટલ કી.રૂ.૨૭,૬૦૦ સાથે આરોપી રાજુભાઈ કિશોરભાઈ દેગામા રહે.જુના દેવળિયા ગામે મુદામાલ સાથે ઝડપાયો હતો. માળિયા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. [caption id='attachment_4884' align='aligncenter' width='233'] ફાઈલ ફોટો[/caption]