મોરબી : મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક સીએનજી રીક્ષા ચાલકે પલ્સર મોટર સાઈકલને હડફેટ લેતા બે વ્યક્તિને ઇજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જાણવા મળ્યા મુજબ ફિરોજભાઈ હુસેનભાઈ મીરા પલ્સર મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે સી.એન.જી. ઓટો રીક્ષા નં. GJ-36-T-0198 ના ચાલકે પોતાના હવાલા વાળી સી.એન.જી. ઓટો રીક્ષા પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી બેદરકારી થી પલ્સર મોટર સાયકલને સામેથી ઠોકર મારી એકસીડન્ટ કર્યુ હતું. અકસ્માતમાં ફરિયાદી અનીશાબેન ફિરોજભાઇ મીરા, ઉ.વ.૩૫ ધંધો- ધરકામ રહે. મોરબી-૨, રણછોડનગર, નીધી પાર્ક, મકાન નં. ૨૦ વાળાએ ફરિયાદ નોંધાવી રીક્ષા ચાલકે તેમના પતિ ફિરોજભાઇને જમણા હાથના અંગુઠામાં તથા જમણા પગમાં ફેક્ચર કરી ફરી.ને જમણા પગના ઢીંચણમાં તથા ફરી.ની દિકરી સાનીયાને માંથમાં એ રીતે સાહેંદોને નાની મોટી ઇજાઓ કરી એકસીડન્ટ થયાની નજીકના પો.સ્ટે.માં જાણ નહી કરી ભાગી જવા અંગે ગુન્હો નોંધાવ્યો હતો.