મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ જુગાર અંગેના કેસમાં છેલ્લા સવા વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબીએ રાજકોટથી ઝડપી લીધો હતો. મોરબી એલ.સી.બી.ના પો.કોન્સ રવિરાજસિંહ ઝાલા તથા સહદેવસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે મોરબી સીટી - બી ડીવીઝન પોલીસ સ્ટેશન સે.ગુ.નં૩૪૦૫/૨૦૧૭ જુગારધારા કલમ ૧૨ મુજબના ગુનામાં સવા વર્ષથી નાસતો ફરતો આરોપી પ્રેમ હરેશકુમાર જાગનાણીઉ.વ.૨૫ રહે.રાજકોટ ૨૪/૪૨, પ્રહલાદ પ્લોટ,જાગનાણી નિવાસ, તા જી.રાજકો ટ વાળાને રાજકોટથી લાવી મોરબી એલસીબી.કચેરી ખાતેથી સીઆરપીસી કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનને સોપેલ હતો.