મોરબી : મોરબી શહેરના સો ઓરડી વિસ્તારમાં આવેલ હનુમાન મંદિરે જાહેરમાં જુગાર રમી રહેલા બે શખ્સોને પોલીસે 2930ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે રાત્રે બી-ડિવિઝન પોલીસે સો ઓરડી વિસ્તારમાં આવેલ હનુમાનજીના મંદિર નજીક જાહેરમાં ગંજીપના વડે જુગાર રમી રહેલા અજિત દિનેશભાઇ ધોળકિયા અને હુસેનભાઈ અલરખાભાઈ,રે. બંને સો ઓરડીવાળાને ગંજીપાના અને રોકડા રૂપિયા 2930 સાથે ઝડપી લાઇ જુગરધારાની કલમો મુજબ ગુનો દાખલ કર્યો હતો.