મોરબી : મોરબીના છાત્રાલય રોડ પર વિજયનગર હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લઈ પોલીસે રૂ.૪૬૨૫૦ ની રોકડ જપ્ત કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના છાત્રાલય રોડ ઉપર વિજયનગર હનુમાનજીના મંદિર પાસે જુગાર રમતો હોવાની બાતમીને આધારે એ- ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા (૧) વાસુદેવભાઇ લાલજીભાઇ દલસાણીયા, ઉ.વ.૫૯ રહે.મોરબી રવાપર રોડ વિધુતપાર્ક શેરીનં.૨ (૨) મગનભાઇ દેવજીભાઇ જશાપરા, ઉ.વ.૪૯ રહે.મોરબી રવાપર રોયલ પાર્ક છઠામાળે બ્લોકનં.૬૦૧ (૩) બાબુભાઇ કાનજીભાઇ વિડજા, ઉ.વ.૬૦ રહે.મોરબી રવાપર રોડ વિવેકાનંદ સોસાયટી મુળરહે.જુના ઘાટીલા તા.માળીયા(મિ) તેમજ (૪) દેવજીભાઇ ભગવાનજીભાઇ દેત્રોજા, ઉ.વ.૪૯ રહે.મોરબી રવાપર રોડ પંચવટી સોસાયટી શેરીનં.૧ મુળરહે.પ્રતાપગઢ તા.હળવદ વાળાને જુગાર રમી રમતા રોકડા રૂ.૪૬૨૫૦ ના મુદામાલ સાથે પકડાઇ ગયા હતા. આ મામલે એ ડિવિઝન પોલીસે જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.