બી ડિવિઝન પોલીસે રૂ. ૨૧,૪૦૦ની રોકડ કરી કબ્જે મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં જુગાર રમતા ૪ શખ્સોને બી ડિવિઝન પોલીસે રૂ. ૨૧,૪૦૦ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગરમાં દેવપાર્ક એપાર્ટમેન્ટની બાજુમાં જુગાર રમતા કમલેશ ભૂલચંદ ગિલગિલાણી, કનૈયા મેઘરાજકમલ રામચંદાણી, ભરત રામભાઈ લાલાવણી અને તરુણ ટહેલરામને ઝડપી પાડ્યા છે. બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓને પકડી પાડી રૂ. ૨૧,૪૦૦ની રોકડ જપ્ત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.